સુરજનો રસ ખૂટે ન કદી.
રોજ સવારે કિરણો એનાં રહેતાં સફર કરી,
ધરતી સાથે રાસ રમે છે જડચેતનમાં મળી,
થાકે કંટાળે ન ઘડી ....સુરજનો
વારેવારે ઋતુઓ આવે હરેક વખત નવી,
પ્રકાશ ને આશાનાં ગીતો ગાયે કૈંક કવિ,
એને વિધ્ન શકે ન નડી ....સુરજનો
ગરજે જુગજુગથી સાગર આ જોઈ ચંદ્ર વળી,
કવિતા એના કોમળ હૈયે કેવી દિવ્ય ભરી,
ઊછળે ભલે શકે ન અડી ....સુરજનો
દિવસ રાતના અખંડ ફેરા, સરિતા જાય સરી,
કોઈને ના થાય નિરાશા મૈત્રી મિષ્ટ મળી,
કોઈ પડે કદી ન લડી ....સુરજનો
‘પાગલ’ પ્રાણ તમારે માટે તલસે ઘડી ઘડી,
રસ ના ખૂટે અખંડ એનો, પામે પ્રેમ જડી,
થાય ના હતાશ શુષ્ક કદી ....સુરજનો
Friday, December 28, 2007
સુરજનો રસ ખૂટે ન કદી.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment