Friday, December 28, 2007

ઓ પંખી રે, તેં ઉડવાનું ના જાણ્યું !

પંખી રે, તેં ઉડવાનું ના જાણ્યું !

કયા દેશથી આવીને પીંજરમાં જકડાયું,
અરે અભાગા ! એટલું દુઃખ કે ગાઇ શકે ગાણું ! ... પંખી રે

સ્વર્ણપીંજરે હવે સદાને માટે છે સપડાયું,
પાંખ હતી તો કેમ ઉડ્યું ના, હતું હજી તો વ્હાણું ! ... પંખી રે

અરે અભાગા, અભાગી પીંજરમાં મલકાતું,
સ્વતંત્ર રૂપે પંખી જોને પેલું વન ઉડનારું ... પંખી રે

છટપટાય ના તારી પાંખો, અરે તું હિમ્મત હાર્યું,
પરાધીન શું જીવન તારું, આમ જનાર સારું ... પંખી રે

ઉડી લે હજી ફરીવાર તું પંખી મદમાતું,
ફરીવાર જોજે ના આવા પીંજરમાં જકડાતું ... પંખી

No comments:

Post a Comment